આ અત્યંત રસપ્રદ પુસ્તકમાં એમ. વી. કામથ અસ્તિત્વ અંગેના મહત્ત્વના પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયાસ કરે છે. “મૃત્યુનો અર્થ શું છે?” જીવન અને મૃત્યુના અનુભવ અંગે પૂર્વ અને પશ્ચિમના મુખ્ય ધર્મો અને સંસ્કૃતિઓએ એકત્ર કરેલા જ્ઞાનની શ્રી કામથે સ્પષ્ટ અને ભરપૂર માહિતી રજૂ કરી છે. જીવન અને મૃત્યુના અનુભવને સમજવા માટે આ પુસ્તક ઉત્તમ માર્ગદર્શક બની રહેશે.
લેખક વિશે
શ્રી એમ. વી. કામથ વિખ્યાત પત્રકાર અને લેખક છે, જેમણે વિવિધ વિષયો પર ૪૫થી વધુ પુસ્તકો લખ્યાં છે. એમને ૨૦૦૪માં પદ્મભૂષણથી બિરદાવવામાં આવ્યા હતા. મેંગલોર યુનિવર્સિટીએ એમને ડૉક્ટરેટની માનનીય પદવી એનાયત કરી છે. હાલ એઓ મનીપાલ ઇન્સિટટ્યૂટ ઑફ કમ્યુનિકેશનના ડાયરેક્ટર છે. ભૂતકાળમાં એમણે પ્રસાર ભારતી તથા વિજ્ઞાન પ્રસારના અધ્યક્ષ તરીકે સેવા આપી છે.